ઘોડબંદર કિલ્લો, થાણા
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ઘોડબંદર કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના થાણા નજીક દરિયાકિનારે આવેલો એક પ્રાચીન કિલ્લો છે. એક સમયે આ કિલ્લાનું નામ (પોર્ટુગલ નામ) 'કાકાબે ડે તાના' (Cacabe de Tanna) હતું. આ કિલ્લાની એક તરફ વસઇની ખાડી અને બીજી તરફ થાણાની ખાડી આવેલી છે. અરબી સમુદ્રમાં ખાડીને કિનારે બાંધવામાં આવેલા આ કિલ્લાની નીચેના ભાગમાં આવેલા બંદર પરથી અરેબીયન ઘોડાઓનો વેપાર થતો હોવાને કારણે આ કિલ્લો ઘોડબંદર કિલ્લા તરીકે પ્રખ્યાત થયો.
ઘોડબંદર કિલ્લો | |
---|---|
घोडबंदर किल्ला | |
ઘોડબંદર, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર | |
ઘોડબંદર કિલ્લાનો વાડો | |
અક્ષાંશ-રેખાંશ | 19.2962°N 72.8883°E |
પ્રકાર | કિલ્લો |
સ્થળની માહિતી | |
આધિપત્ય | , મહારાષ્ટ્ર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | c.૧૫૫૦-૧૭૩૦ |
બાંધકામ કરનાર | પોર્ટુગીઝ |
વ્યુહાત્મક રીતે મહત્વનું સ્થળ એવા આ કિલ્લાનું નિર્માણ ઇ. સ. ૧૭૩૦માં થયું હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લા પર પ્રથમ મરાઠાઓ, પોર્ટુગીઝો અને છેલ્લે બ્રિટિશરોનો કબજો રહ્યો હતો. ઇ.સ. ૧૮૧૮માં આ કિલ્લો બ્રિટિશરોના કબ્જામાં આવ્યો.[1] ઇ.સ. ૧૮૬૦ સુધી જિલ્લા કલેક્ટર કચેરી આ કિલ્લામાં હતી. ભારત દેશ આઝાદ થયા બાદ આ કિલ્લો ભારત સરકારના કબજામાં આવ્યો.
થાણાથી ઘોડબંદર રોડ જતાં ચેના બ્રીજ તરફ આ કિલ્લો નજરે પડે છે. આ કિલ્લામાં એક પોર્ટુગલી ચર્ચ[2] અને એક વિશાળ કદનો ચોરસ આકારનો પાણીનો હોજ બાંધવામાં આવ્યો હતો.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.