ગોળ
શેરડીના રસનું ઘટ્ટ સ્વરૂપ / From Wikipedia, the free encyclopedia
ગોળ (જેને લિપ્યાંતરણ જેગ્ગેરી થાય છે) એક પારંપરિક અશુદ્ધ ખાંડ છે જેનો વપરાશ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, અને કેરીબેનમાં થાય છે.[1] તે શેરડીના રસનું ઘટ્ટ સ્વરૂપ છે જેમાં ગોળની રસી અને સ્ફટિકોને અલગ કરવામાં નથી આવતા, અને તેનો રંગ સોનારી બદામી કે ઘેરો બદામી તેમ અલગ અલગ હોઇ શકે છે.[1] ગોળમાં 50% સુધી શેરડીની ખાંડ હોય છે, 20% સુધીની વિપરીત ખાંડ, તથા 20% સુધીનો ભેજ હોય છે, અને બાકી રહેલ હિસ્સો અન્ય પીગળે નહી તેવા જડદ્રવ્યો જેવા કે રાખ, પ્રોટીન અને શેરડીના કૂચાના ફાઇબર્સમાંથી બને છે.[1]