ગુજરાતી અમેરિકનો
From Wikipedia, the free encyclopedia
ગુજરાતી અમેરિકનો એ અમેરિકનો છે જેઓ ગુજરાત, ભારતમાં પોતાનો વંશ ધરાવે છે. તેઓ ભારતીય અમેરિકનોનું પેટા જૂથ છે.
કુલ વસ્તી | |
---|---|
૪,૩૪,૨૬૪[1] [2] (૨૦૧૮) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
ન્યૂ જર્સી, ન્યુ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલસ, વૉશિંગ્ટન ડી.સી., શિકાગો, ડલ્લાસ, ફિલાડેલ્ફિયા[3] | |
ભાષાઓ | |
અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા,[4] હિંદી ભાષા,[4] | |
ધર્મ | |
હિંદુ ધર્મ, ઇસ્લામ, પારસી ધર્મ, જૈન ધર્મ[5][6] | |
સંબંધિત વંશીય સમૂહો | |
ભારતીય અમેરિકનો, એશિયન અમેરિકનો |
ન્યુ યોર્ક સિટી મેટ્રોપોલિટન ક્ષેત્રમાં, ખાસ કરીને ઇન્ડિયા સ્ક્વેર, અથવા લિટલ ગુજરાત, જર્સી સિટી, ન્યૂ જર્સીમાં અને સેન્ટ્રલ ન્યૂ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં એડિસન ટાઉનમાં ગુજરાતી અમેરિકનોનું સૌથી ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે, જે ૧ લાખ ગુજરાતીઓને પાર કરે છે. ૧૯૬૫ના સીમાચિહ્ન ઇમીગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમ પછી ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર ઇમિગ્રેશનની શરૂઆત થઈ,[11][12] ૧૯૬૫ પછીના પ્રારંભિક વસાહતીઓ ઉચ્ચ શિક્ષિત વ્યાવસાયિકો હતા.
યુ.એસ. ઇમિગ્રેશન કાયદા કુટુંબના જોડાણના આધારે માતાપિતા, બાળકો અને ખાસ કરીને ભાઈ-બહેનોના સ્થળાંતરને મંજૂરી અપાય છે, તેથી "ચેઇન માઇગ્રેશન" તરીકે ઓળખાતા સ્થળાંતરથી ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો. ઉદ્યોગ સાહસિકતા અને ધંધાકીય સાહસની ગુજરાતી સ્વાભાવિકતાને કારણે તેમાંના ઘણાએ દુકાન અને મોટેલ ખોલ્યા. ૨૧મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આતિથ્ય ઉદ્યોગ ૪૦% કરતા વધુ ગુજરાતીઓ દ્વારા નિયંત્રિત છે.[13][14][15] ગુજરાતીઓ, ખાસ કરીને પાટીદારો, સબવે અને ડંકિન ડોનટ્સ જેવી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચેનની ફ્રેન્ચાઇઝીમાં પણ વર્ચસ્વ ધરાવે છે.[16] ગુજરાતી અમેરિકનોની બીજી કે ત્રીજી પેઢીએ વ્યાવસાયિક ક્ષેત્રે ઉચ્ચ સ્તરની પ્રગતિ કરી છે, જેમાં ચિકિત્સકો, ઇજનેરો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.
ઓગસ્ટ ૨૦૧૬માં, એર ઇન્ડિયાએ ન્યુ જર્સીના નેવાર્ક લિબર્ટી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી છે, જે લંડન હિથ્રો આંતરરાષ્ટ્રીય વિમાનમથક થઈને જાય છે.[17]