![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6a/GreatIndianBustardHardwicke.jpg/640px-GreatIndianBustardHardwicke.jpg&w=640&q=50)
ગાગા અભયારણ્ય
ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય / From Wikipedia, the free encyclopedia
ગાગા અભયારણ્ય અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પક્ષી અભયારણ્ય છે. તેની સ્થાપના નવેમ્બર ૧૯૮૮માં થઇ હતી અને તે ૩૩૨.૮૭ હેક્ટર વિસ્તાર ધરાવે છે.[1] આ અભયારણ્ય ઘાસ વિસ્તાર તેમજ ગોરાડ જમીન ધરાવે છે અને તેમાં નીલગાય, શિયાળ, જંગલી બિલાડી, વરૂ જેવા પ્રાણીઓ તેમજ ફ્લેમિંગો, ઘોરાડ અને અન્ય પક્ષીઓ વસવાટ કરે છે.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6a/GreatIndianBustardHardwicke.jpg/640px-GreatIndianBustardHardwicke.jpg)
ગુજરાતમાં કચ્છ ઘોરાડ અભયારણ્યની સાથે આ અભયારણ્ય ઘોરાડની વસ્તી ધરાવે છે, જોકે આ પક્ષી ગુજરાતના બધા અભયારણ્યમાંથી બે દાયકાઓ પહેલા જ નામશેષ થઇ ગયું છે.[3]