કોલા હોલ
From Wikipedia, the free encyclopedia
કોલા હોલ કે કોલાનું ઉંડું કાણું (Kola Superdeep Borehole (રશિયન ભાષા: Кольская сверхглубокая скважина)) એ ભૂતપૂર્વ યુ.એસ.એસ.આર.ની 'વૈજ્ઞાનિક શારકામ પરિયોજના'નું પરીણામ છે. આ પરિયોજના પૃથ્વીનાં પોપડામાં શક્ય તેટલે ઉંડે સુધી શારકામ (Drilling) કરવાનો પ્રયાસ હતો. શારકામ ૨૪ મે ૧૯૭૦નાં રોજ,'કોલા પ્રાયદ્વિપ' પર શરૂ કરાયું હતું,તે માટે ઉરલમેશ-૪ઇ (Uralmash-4E), અને પછીથી ઉરલમેશ-૧૫૦૦૦ (Uralmash-15000) શ્રેણીની શારડીઓ (drilling rig)નો ઉપયોગ કરાયો. મુખ્ય હોલમાંથી પ્રશાખારૂપે અન્ય ઘણા હોલ (બોર) કરાયા. ઉંડામાં ઉંડો બોર, 'એસ.જી-૩', ૧૯૮૯ માં ૧૨,૨૬૧ મીટર (૪૦,૨૩૦ ફીટ) એ પહોંચ્યો, અને તે ઉંડામાં ઉંડો શારકામ કરાયેલ બોર બની રહ્યો.[1] શારકામ કરાયેલો લાંબામાં લાંબો બોર ૧૨,૨૯૦ મીટર (૪૦,૩૦૦ ફીટ)નો મિર્સ્ક તેલકુવો 'બીડી-૦૪એ',અલ-શાહિન ક્ષેત્ર,કતારનો છે.[2]