![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5f/ColomboMapCoolGin.png/640px-ColomboMapCoolGin.png&w=640&q=50)
કોલંબો
From Wikipedia, the free encyclopedia
કોલંબો (સિંહાલી: කොළඹ, તમિળ: கொழும்பு) શ્રીલંકાનું સૌથી મોટું શહેર અને આર્થિક પાટનગર છે. તે ટાપુના પશ્ચિમ કિનારા પર વસેલું છે અને શ્રીલંકાના પાટનગર શહેર શ્રી જયવર્દનપુરા કોટ્ટેને અડીને આવેલું છે. આધુનિક જીવન અને સંસ્થાનવાદ સમયની ઇમારતો તેમજ ખંડેરો ધરાવતું કોલંબો ખૂબ વ્યસ્ત અને ધમધમતું શહેર છે,[2] અને તે 647100 વસ્તી ધરાવતું શહેર છે.[1] કોલંબો મેટ્રોપોલિટન પ્રદેશ કોલંબો, ગામ્પાહા અને કાલુતરા એમ ત્રણ જિલ્લાનો બનેલો છે, જે આશરે 5,648,000 વસ્તી ધરાવે છે અને 3,694.20 વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.[3][4]
Colombo | |
---|---|
![]() From top left: Colombo skyline, Twin towers of the Colombo World Trade Center with the Bank of Ceylon Headquarters, BMICH, Independence Square, Beira lake bridge, Colombo Town hall and The Colombo Fort | |
![]() Map of Colombo showing its administrative districts. | |
અક્ષાંશ-રેખાંશ: 6°56′04″N 79°50′34″E | |
Country | Sri Lanka |
Province | Western Province |
District | Colombo District |
સરકાર | |
• Municipal Council | Colombo Municipal Council |
• Mayor | Uvais Mohamed Imitiyas |
• Deputy Mayor | S. Rajendran |
• Headquarters | Town Hall |
વિસ્તાર | |
• શહેર | ૩૭.૩૧ km2 (૧૪.૪ sq mi) |
વસ્તી (2001[1]) | |
• શહેર | ૬,૪૭,૧૦૦ |
• ગીચતા | ૧૭,૩૪૪/km2 (૪૪૯૨૦/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૫૬,૪૮,૦૦૦ (૨,૦૦૬) |
સમય વિસ્તાર | UTC+5:30 (Sri Lanka Standard Time Zone) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+6 (Summer time) |
વેબસાઇટ | www.cmc.lk |
પૂર્વ-પશ્ચિમના વિવિધ દરિયાઇ વેપાર માર્ગ પર તેના વિશાળ બંદર અને વ્યૂહાત્મક સ્થિતિને કારણે કોલંબો 2000 વર્ષ પહેલા પણ પ્રાચીન વેપારીઓમાં જાણીતું હતું. જોકે, તેને ટાપુનુ પાટનગર તો શ્રીલંકાને 1815માં બ્રિટિશ રાજને સોંપાયુ ત્યારે જ બનાવવામાં આવ્યું,[5] તેની પાટનગર તરીકેની માન્યતા 1948માં દેશ સ્વતંત્ર થયો ત્યારે જાળવી રાખવામાં આવી હતી. 1978માં, જ્યારે વહીવટી કાર્યોને શ્રી જયવર્દનપુરા કોટ્ટે ખસેડવામાં આવ્યા બાદ કોલંબોને શ્રીલંકાના આર્થિક પાટનગર તરીકે ગણવામાં આવતું હતું.
ઘણા શહેરોની જેમ કોલંબોનો શહેરી વિસ્તાર સ્થાનિક સત્તાની સીમાઓને ઓળંગી ગયો છે અને તેણે અન્ય સુધરાઇ અને શહેરી પરિષદોને પોતાનામાં સમાવી લીધી છે. આ મુખ્ય શહેર શ્રીલંકાની મોટાભાગની કોર્પોરેટ ઓફિસો, રેસ્ટોરન્ટ્સ અને મનોરંજનના સ્થળોનું ઘર છે. [6] કોલંબોના પ્રખ્યાત સીમાચિહ્નોમાં ગાલે ફેસ ગ્રીન, વિહારામહાદેવી પાર્ક અને નેશનલ મ્યુઝિયમનો સમાવેશ થાય છે.