કાર્તિકેય
શિવ-પાર્વતીના પુત્ર, યુદ્ધ અને વિજયના દેવતા / From Wikipedia, the free encyclopedia
કાર્તિકેય હિંદુ ધર્મના આદિદેવ શિવ તેમજ માતા પાર્વતીનું પ્રથમ સંતાન છે. તેમનાં બીજા પણ અનેક નામ છે જેમકે, સ્કંદ, મુરુગન, સુબ્રમણિયમ, સન્મુખ વિગેરે. ભગવાન કાર્તિકેયની પૂજા વિશેષ કરીને દક્ષિણ ભારતમાં અને તેમાં પણ તમિલ નાડુ રાજ્યમાં વધુ થાય છે. ભારત ઉપરાંત હિંદુ સંસ્કૃતિને અનુસરતા કેટલાક દેશ જેવાકે સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા વગેરેમાં પણ તેમની પૂજા અર્ચના થાય છે. ભાલાને શસ્ત્રરુપે ધારણ કરનાર ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. હિંદુ માન્યતા મુજબ ભગવાન કાર્તિકેય દેવસેનાના સેનાપતિ છે તેથી તેઓ યુધ્ધના દેવતા તરીકે પણ જાણીતા છે.