From Wikipedia, the free encyclopedia
કર્મ (સંસ્કૃત: कर्म, IPA: [ˈkɐɽmɐ] (listen)) નો અર્થ ક્રિયા અથવા કાર્ય થાય છે. તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા હેતુ અને અસરોની તેના ભવિષ્ય પર પડતી અસરને આધ્યાત્મિક રીતે રજૂ કરે છે.[1] સારા હેતુ અને સારા કાર્યો એ સારા કર્મ અને સુખી પુનર્જન્મ માટે ફાળો આપે છે, જ્યારે ખરાબ ઉદ્દેશ અને ખરાબ કાર્યો ખરાબ કર્મ અને ખરાબ પુનર્જન્મમાં ફાળો આપે છે.[2][3]
કર્મનું તત્વજ્ઞાન એ ભારતીય ધર્મો (ખાસ કરીને હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ [4]) તેમજ તાઓવાદમાં પુનર્જન્મના વિચાર સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.[5] આ વિચારપદ્ધતિમાં, વર્તમાનમાં કરવામાં આવેલ કર્મ આ જન્મમાં વ્યક્તિના ભાવિ તેમજ ભાવિ જીવનની પ્રકૃતિ અને ગુણવત્તાને અસર કરે છે, જેને સંસાર પણ કહેવાય છે.[6][7]
કર્મ એ કરેલું કાર્ય અથવા કામ છે, તે હેતુ અથવા ઉદ્દેશ્ય પણ છે. વિલ્હેમ હલ્ફબાસ [2] અન્ય સંસ્કૃત શબ્દ ક્રિયા સાથે વિરોધાભાસ કરી દ્વારા કર્મ સમજાવે છે. ક્રિયા એ માત્ર કરવામાં આવતું કાર્ય છે જ્યારે કર્મ એ ઉદ્દેશ્ય અને પાછળથી ઉદ્ભવતી અસરો પણ છે.
કર્મ એ એક વૈચારિક સિદ્ધાંતનો પણ ઉલ્લેખ કરે છે જેનો મૂળ ભારતમાં ઉદ્ભવ્યો હતો, જેને વર્ણનાત્મકરૂપે કર્મના સિદ્ધાંત(કેટલીકવાર કર્મ સિદ્ધાંત અથવા કર્મના નિયમ) તરીકે ઓળખવામાં આવે છે.[8] સિદ્ધાંતના સંદર્ભમાં જોઈએ તો કર્મ જટિલ છે અને તેને વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે.[9] ભારતીય વિદ્યાશાસ્ત્રીઓએ પ્રાચીન ભારતીય ગ્રંથો માંથી કર્મ ખ્યાલ માટે વિવિધ વ્યાખ્યાઓ લીધી છે; તેમની વ્યાખ્યા આ મુજબ છે: (૧) તે એવા કાર્યકારણનું કેટલાક સંયોજન છે જે નૈતિક અથવા બિન-નૈતિક હોઈ શકે છે (૨) નૈતિકતા,કે સારી અથવા ખરાબ ક્રિયાઓના પરિણામો હોય જ છે; અને (૩) પુનર્જન્મ. [10] [11]
એવું મનાય છે કે કર્મનો નિયમ કોઈ પણ દેવતા અથવા દૈવી ચુકાદાની કોઈપણ પ્રક્રિયાથી સ્વતંત્ર રીતે ચાલે છે.[9]
કર્મનો સિધ્ધાંત એક વિભાવના તરીકે વિવિધ ભારતીય ધાર્મિક પરંપરાઓમાં, કેટલાક સામાન્ય વિષયો વહેંચે છે: કાર્યકારણ, નૈતિકતા અને પુનર્જન્મ.
વૈદિક સંસ્કૃત શબ્દ કર્મ નો અર્થ છે "કાર્ય" અથવા "કામ", તે ઘણીવાર શ્રૌત વિધિઓના સંદર્ભમાં વપરાય છે.[12] ઋગ્વેદમાં આ શબ્દ લગભગ 40 વાર જોવા મળે છે.[13]
કર્મ સિધ્ધાંતની પ્રારંભિક સ્પષ્ટ ચર્ચા ઉપનિષદોમાં છે.[6][13] ઉદાહરણ તરીકે, બૃહદારણ્યક ઉપનિષદના ૩.૧.૧૩ શ્લોકમાં કર્મનો સ્પષ્ટ રુપે નૈતિકતા અને કાર્યકારણના સંદર્ભમાં ઉલ્લેખ છે.[14]
કેટલાક લેખકો બતાવે છે કે સંસાર અને કર્મનો સિદ્ધાંત બિન-વૈદિક હોઈ શકે છે, અને શ્રમણ પરંપરાઓ જેવી કે બુદ્ધ અને જૈનમાં થી આગળ વિકસાવ્યો હોઈ શકે. અન્ય [9] [15] એમ જણાવે છે કે કર્મના પ્રાચીન સિદ્ધાંતના કેટલાક જટિલ વિચારો વૈદિક વિચારકોથી બૌદ્ધ અને જૈન ચિંતકો તરફ વહી ગયા છે. પરંપરાઓ વચ્ચેના પરસ્પર પ્રભાવો અસ્પષ્ટ છે અને સંભવ છે કે તેઓ સહ-વિકસિત છે. [16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.