સુબેદાર અને ઓનરરી કેપ્ટન કરમસિંહ (૧૫ સપ્ટેમ્બર ૧૯૧૫ – ૨૦ જાન્યુઆરી ૧૯૯૩) ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા. તેમનો જન્મ બરનાલા, પંજાબ ખાતે એક શીખ પરિવારમાં થયો હતો. તેમને ૧૯૪૮માં ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય સૈન્યમાંથી ઓનરરી કેપ્ટન તરીકે નિવૃત્ત થયા હતા. તેમના પત્ની ગુરદયાલ કૌર જૂન ૨૦૧૦માં મૃત્યુ પામ્યા. તેઓ જીવિત રહીને પરમવીર ચક્ર મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. તેમને પરમવીર ચક્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે એનાયત થયું હતું.

Quick Facts સુબેદાર and માનદ્ કેપ્ટનકરમસિંહ PVC, મિલેટરી મેડલ, જન્મ ...
સુબેદાર and માનદ્ કેપ્ટન
કરમસિંહ
PVC, મિલેટરી મેડલ
Thumb
વર્ષ ૨૦૦૦ની ટપાલ ટિકિટ પર કરમસિંહ
જન્મ(1915-09-15)15 September 1915
સેહના, બરનાલા, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ20 January 1993(1993-01-20) (ઉંમર 77)
સેહના, બરનાલા, પંજાબ, ભારત
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૧–૧૯૬૯
હોદ્દો સુબેદાર
માનદ્ કેપ્ટન
સેવા ક્રમાંક22356 (enlisted)[1]
JC-6415 (જુનિયર કમિશન્ડ ઓફિસર)[2]
દળ૧ લી બટાલીયન, (૧ લી બટાલીયન, શીખ રેજિમેન્ટ)
યુદ્ધોદ્વિતીય વિશ્વયુદ્ધ
૧૯૪૭નું ભારત-પાકિસ્તાનનું યુદ્ધ
પુરસ્કારો પરમવીર ચક્ર
મિલેટરી મેડલ
બંધ કરો

લશ્કરી કારકિર્દી

તેઓ શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયનમાં ૧૫ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ ભરતી થયા હતા. તેઓ ભારત માટે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યા હતા અને મિલિટરી મેડલ મેળવ્યો હતો.

તેમને પરમવીર ચક્ર ૧૯૪૭ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં મળ્યું હતું. યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટિથવાલ ક્ષેત્રના કબ્જા માટે યુદ્ધ થયું હતું અને ભારતે ટિથવાલ ને ૨૩ મે ૧૯૪૮ના રોજ કબ્જે કર્યું હતું, પરંતુ બાદમાં પાકિસ્તાનના વળતા હુમલામાં કબ્જો ગુમાવ્યો હતો. મે થી ઓક્ટોબર વચ્ચે અનેક વખત ટિથવાલ ક્ષેત્ર માટે લડાઈઓ થઈ હતી. તેમાં જ ક્રિશ્નગંગા નદી પાસે ૧૭ અને ૧૮ જુલાઈ ૧૯૪૮ના રોજ અતિ વીરતા દાખવવા માટે કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.

ઓક્ટોબર ૧૯૪૮માં પાકિસ્તાની સૈનિકોએ ટિથવાલની દક્ષિણે આવેલ રીછમાર ગલીને કબ્જે કરવા હુમલો કર્યો. આ વિસ્તાર સિંહ એક છાવણીનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા. શરૂઆતના હુમલામાં જ તમામ બંકરો નાશ પામ્યા હતાં. તેમના કમાન્ડર સાથેના સંચારના સાધનો પણ નાશ પામ્યાં. તેથી કરમ સિંહ પોતાની સ્થિતિ દર્શાવવા કે મદદ મેળવવા પણ અક્ષમ બન્યા. ઘાયલ થવા છતાં તેઓ પોતાના સાથીઓ સાથે મળી લડ્યા અને રીછમાર ગલીની સુરક્ષા કરી.

પાંચમી વખત સુધીના દુશ્મનના હુમલામાં બે વખત ઘવાયા છતાં તેઓ મોખરેથી લડતા રહ્યા. જ્યારે દુશ્મનો સૈનિકો મોખરાની નજીક આવી ગયા ત્યારે તેઓ ખાઈની બહાર કુદી પડ્યા અને સંગીન વડે બે દુશ્મનોને મારી નાખ્યા. આ બહાદુરી ભર્યા પગલાંથી દુશ્મનો હતોત્સાહ થયા અને પાછા હટી ગયા. તે દિવસે છાવણી પર આઠ વખત હુમલો થયો અને તેઓએ દર વખતે દુશ્મનોને મારી હટાવ્યા. ટિથવાલના યુદ્ધ માટે તેમને પરમવીર ચક્ર એનાયત કરાયું.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.