કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઇ વિશ્વવિજેતા બનેલ હતી.
કપિલ દેવ (૨૦૧૩) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | કપિલદેવ રામલાલ નિખંજ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ચંદીગઢ, પૂર્વ પંજાબ, ભારત | 6 January 1959|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હુલામણું નામ | ધ હરિયાણા હુરિકેન, કપિલ પાજી, કપ્સ[1][2][3] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઉંચાઇ | 6 ft 0 in (183 cm) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી મધ્યમ ગતિના ગોલંદાજ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | ઓલરાઉન્ડર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૧૪૧) | ૧૬ ઓક્ટોબર ૧૯૭૮ v પાકિસ્તાન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૧૯ માર્ચ ૧૯૯૪ v ન્યૂઝીલેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap ૨૫) | ૧ ઓક્ટોબર ૧૯૭૮ v પાકિસ્તાન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | ૧૭ ઓક્ટોબર ૧૯૯૪ v વેસ્ટ ઇન્ડિઝ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૭૫–૧૯૯૨ | હરિયાણા ક્રિકેટ ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૮૧–૧૯૮૩ | નૉર્ધેમ્ટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૮૪–૧૯૮૫ | વૉસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: CricInfo, ૨૪ જાન્યુઆરી ૨૦૦૮ |
કપિલ દેવ રામલાલ નિખંજ[4] (હિન્દી ભાષા:कपिल देव) (pronunciation (મદદ·માહિતી)) (જન્મ જાન્યુઆરી ૬ ૧૯૫૯, ચંડીગઢ), જે વધુ જાણીતા નામ કપિલ દેવ તરીકે ઓળખાય છે, તે ભારતીય ક્રિકેટ ટીમનાં ભુતપૂર્વ ખેલાડી છે અને મહાન 'ઓલરાઉન્ડરો' પૈકીના એક છે. જ્યારે ઇ. સ. ૧૯૮૩ માં ભારતીય ટીમ 'ક્રિકેટ વિશ્વ કપ' વિજેતા બની ત્યારે તેઓ ભારતીય ટીમનાં સુકાની હતા. આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. ઇ. સ. ૨૦૦૨ માં વિઝ્ડને તેઓને "સદીનાં ભારતીય ક્રિકેટર" (Indian Cricketer of the Century) તરીકે ઓળખાવ્યા.[5]. ઓક્ટોબર ૧૯૯૯ થી ઓગસ્ટ ૨૦૦૦ સુધી, ૧૦ માસ તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં પ્રશિક્ષક તરીકે રહ્યા.
કપિલ દેવે તેમની કારકિર્દીમાં ટેસ્ટ ક્ષેત્રે ૪૩૪ વિકેટો અને એકદિવસીય મુકાબલાઓમાં ૨૫૩ વિકેટ ખેરવી, એ સમયના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય દેખાવ
ટેસ્ટક્ષેત્રે દેખાવ
ટેસ્ટ ૧૩૧, દાવ ૧૮૪, નૉટ-આઉટ ૧૫, ઉચ્ચતમ સ્કોર ૧૬૩, રન ૫૨૪૮, બેટિંગ સરેરાશ ૩૧.૦૫ , શતક ૮ , અર્ધશતક ૨૭ , કેચ 64 , દડા ૨૭૭૪૦, રન ૧૨૮૬૭, વિકેટ ૪૩૪, બોલીંગ સરેરાશ ૨૯.૬૪ , સર્વશ્રેષ્ઠ ગેંદબાજી ૯/૮૩ , ૫ વિકેટ એક દાવમાં ૨૩ વાર.
એકદિવસીય રિકૉર્ડ
એકદિવસીય મેચ ૨૨૫, દાવ ૧૯૮, નૉટઆઉટ ૩૯, ઉચ્ચતમ સ્કોર ૧૭૫*, રન ૩૭૮૩, બેટિંગ સરેરાશ ૨૩.૭૯, શતક ૧, અર્ધશતક ૧૪, કેચ ૭૧, ગેંદે ૧૧૨૦૨, વિકેટ ૨૫૩, બોલીંગ સરેરાશ ૨૭.૪૫, સર્વશ્રેષ્ઠ ગેંદબાજી ૫/૪૩, ૫ વિકેટ એક દાવમાં ૧ વાર.
આ પણ જુઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.