From Wikipedia, the free encyclopedia
કનરા બુલબુલ (અંગ્રેજી: Himalayan Bulbul), (Pycnonotus leucogenys) એ ગાયકપક્ષી છે. જો તેના બચ્ચાને હેળવવામાં આવે તો તે સહેલાઈથી માણસનું હેવાયું થઈ જાય છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય વિસ્તારમાં અને તે સાથે જોડાયેલા કેટલાંક પ્રદેશોમાં જોવા મળે છે. તે અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ જોવા મળે છે. આ પક્ષી બહેરીનનું રાષ્ટ્રીય પક્ષી છે.[2]
કનરા બુલબુલ | |
---|---|
પંગોત - નૈનિતાલ - ઉત્તરાખંડ, ભારત. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Pycnonotidae |
Genus: | 'Pycnonotus' |
Species: | ''P. leucogenys'' |
દ્વિનામી નામ | |
Pycnonotus leucogenys (Gray, 1835) | |
આ પક્ષી ૧૮ સે.મી. લાંબુ, ૨૫.૫ થી ૨૮ સે.મી. પાંખોનો વ્યાપ અને સરેરાશ ૩૦ ગ્રામ વજનનું હોય છે. પક્ષીનું માથું, ગળું અને કલગીનો ભાગ કાળો અને ધોળો હોય છે. પીઠ અને લાંબી પૂંછડી કથ્થાઈ રંગની તથા પેટનો ભાગ પીળાશ પડતો હોય છે. નર અને માદા બંન્ને સમાનરંગી હોય છે. તે સિસોટી વાગતી હોય તેવું મધુર ગાયન કરે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.