કંપાલા
From Wikipedia, the free encyclopedia
કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. વર્ષ ૨૦૧૯માં શહેરની વસ્તી ૧૭ લાખ થી થોડી ઓછી હોવાનો અંદાજ છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં હોવાનું નોંધાયું છે, જેનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર ૩૩ ટકા છે, સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નૈરોબી શહેર કરતા પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
Quick Facts કંપાલા, દેશ ...
કંપાલા | |
---|---|
શહેર | |
કંપાલા | |
અક્ષાંશ-રેખાંશ: 00°18′49″N 32°34′52″E | |
દેશ | યુગાન્ડા |
સરકાર | |
• લોર્ડ મેયર | ઇરિઆસ લુકવાગો |
• એક્યુકેટિવ ડિરેક્ટર | એન્ડ્રૂ કિટાકા[1] |
વિસ્તાર | |
• શહેર | ૧૮૯ km2 (૭૩ sq mi) |
• જમીન | ૧૭૬ km2 (૬૮ sq mi) |
• જળ | ૧૩ km2 (૫ sq mi) |
• મેટ્રો | ૮,૪૫૧.૯ km2 (૩૨૬૩.૩ sq mi) |
ઊંચાઇ | ૧,૨૦૦ m (૩૯૦૦ ft) |
વસ્તી (૨૦૧૯) | |
• શહેર | ૧૬,૮૦,૬૦૦[2] |
• મેટ્રો વિસ્તાર | ૬૭,૦૯,૯૦૦[2] |
સમય વિસ્તાર | UTC+3 (પૂર્વ આફિક્રી સમય) |
વેબસાઇટ | www |
બંધ કરો
કંપાલા શહેર મૂળ સાત ટેકરીઓ પર બન્યું હતું પણ આજે તે ખુબજ વિસ્તૃત બન્યું છે. કંપાલાનું હવામાન આહલાદક છે, અહી સરેરાશ તાપમાન ૧૫° થી ૨૨° સુધી રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ ૪૫ ઇંચ ની આસપાસ રહે છે.