![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/87/Onapookkalam.jpg/640px-Onapookkalam.jpg&w=640&q=50)
ઓણમ
કેરળનો લણણી ઉત્સવ / From Wikipedia, the free encyclopedia
ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગષ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે. આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. આ તહેવાર માટે, લોકો નવા કપડા પહેરે છે: પુરૂષો શર્ટ અને મુન્ડ (ઓફ-વ્હાઇટ રંગની લાંબી લુંગી), સ્ત્રીઓ મુન્ડુ, નરિયાતું તરીકે ઓળખાતી ગોલ્ડ પટ્ટી વાળી પોષાક. છોકરીઓ પાવડા તરીકે ઓળખાતું સ્કર્ટ, અને કબ્જો પહેરે છે. ઓણમ એ કેરળમાં કાપણીનો તહેવાર છે.
Quick Facts ઓણમ, તિરૂવોણમ, ઉજવવામાં આવે છે ...
બંધ કરો