એનરોન કૌભાંડ
From Wikipedia, the free encyclopedia
ઓકટોબર 2001માં પર્દાફાશ થયેલા એનરોન કૌભાંડ ના પરીણામ સ્વરૂપે ટેકસાસના હ્યુસ્ટન સ્થિત અમેરિકન ઊર્જા કંપની એનરોન કોર્પોરેશનને નાદારીનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત વિશ્વમાં સૌથી મોટી પાંચ ઓડિટ અને એકાઉન્ટન્સી ભાગીદારી કંપનીઓમાં સ્થાન ધરાવતી કંપની આર્થર એન્ડરસનને તાળાં મારી દેવા પડ્યાં. અમેરિકાન ઇતિહાસમાં તે સમયે સૌથી મોટી દેવાળીયા કંપની તરીકે ઓળખાયેલી એનરોન નિશંકપણે કંપનીઓના હિસાબ તપાસની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ પણ બની.[1]
Defunct / Asset-less Shell | |
ઉદ્યોગ | formerly Energy |
---|---|
સ્થાપના | Omaha, Nebraska, 1985 |
મુખ્ય કાર્યાલય | Houston, Texas, United States |
મુખ્ય લોકો | Kenneth Lay, Founder, former Chairman and CEO Jeffrey Skilling, former President, CEO and COO Andrew Fastow, former CFO Rebecca Mark-Jusbasche, former Vice Chairman, Chairman and CEO of Enron International Stephen F. Cooper, Interim CEO and CRO John J. Ray, III, Chairman |
આવક | $101 billion (in 2000) |
વેબસાઇટ | http://www.enron.com/ |
એનરોનની સ્થાપના કેનેથ લે દ્વારા 1985માં હ્યુસ્ટન નેચરલ ગેસ અને ઈન્ટરનોર્થના મર્જર બાદ કરવામાં આવી હતી. ઘણાં વર્ષો બાદ, જયારે જેફરી સ્કિલિંગને નોકરી પર રાખવામાં આવ્યા ત્યારે તેમણે અધિકારીઓનું એવું એક જૂથ તૈયાર કર્યું જે સોદા અને પ્રોજેકટ્સના નિષ્ફળ જવાને કારણે થયેલા અબજોના દેવાને હિસાબ વિધિ પદ્ધતિની છટકબારીઓ, ખાસ હેતુ માટે નિર્માણ કરવામાં આવેલી કંપનીઓ અને નબળા નાણાંકીય અહેવાલો મારફતે છૂપાવવા સક્ષમ હતું. મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) એન્ડ્ર્યુ ફેસ્ટો અને અન્ય અધિકારીઓ એનરોનના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને ખૂબ જોખમી હિસાબ વિધિ પદ્ધતિના મુદ્દાઓ માટે નિમવામાં આવેલી કમિટીને ગેરમાર્ગે દોરવા અને આ મુદ્દાઓ અંગે આંખ આડા કાન કરવા માટે એન્ડરસન પર દબાણ ઉભું કરવા સક્ષમ હતી.
2000ના મધ્યભાગમાં 90 અમેરિકન ડોલર પ્રતિ શેર રહેલી એનરોનની શેરકિંમત નવેમ્બર 2001ના અંતમાં એક ડોલર પ્રતિ શેરથી નીચે ગબડી પડવાને કારણે શેરધારકોને લગભગ 11 અબજ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું. અમેરિકન સિકયુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન (એસઈસી) (SEC)એ તપાસ શરૂ કરી અને ડાયનેજીએ
કંપનીને ફાયર સેલ પ્રાઈસ (નાદારીની હાલતમાં ખૂબ નીચી કિંમતે) ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ સોદાની નિષ્ફળતા બાદ એનરોને 63.4 અબજ ડોલરની મિલકતો સાથે યુનાઈટેડ સ્ટેટ્સ બેન્ક્રપ્સી કોડ (અમેરિકન નાદારી કાયદા)ના ચેપ્ટર 11 હેઠળ 2 ડિસેમ્બર 2001ના રોજ નાદારી નોંધાવવા માટે અરજી કરી, જે અમેરિકન ઇતિહાસમાં 2002માં વર્લ્ડકોમે નાદારી નોંધાવી ત્યાર સુધીની કોઈ પણ કંપનીની સૌથી મોટી નાદારી હતી.[2]
એનરોનના ઘણાં અધિકારીઓ પર વિવિધ ગુનાઓ હેઠળ દાવો માંડવામાં આવ્યો અને પછીથી તેમને જેલની સજા પણ ફટકારવામાં આવી. એનરોનના ઓડિટર આર્થર એન્ડરસનને યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિકટ કોર્ટ (અમેરિકન જિલ્લા અદાલત) દ્વારા દોષિત ઠરાવવામાં આવ્યા, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને ફગાવ્યો ત્યાં સુધીમાં કંપનીએ તેના મોટાભાગના ગ્રાહકો ગુમાવી દીધા હતા અને કંપની બંધ કરી દેવામાં આવી હતી (જુઓ આર્થર એન્ડરસન એલએલપી વિરુદ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ). એનરોનના કર્મચારીઓ અને શેરધારકોએ પેન્શન અને શેરના મૂલ્યમાં અબજો ડોલર ગુમાવ્યા છતાં પણ દિવાની દાવામાં તેમને મર્યાદિત વળતર મળ્યું. આ કૌભાંડના પરીણામ સ્વરૂપે, જાહેર કંપનીઓ માટેના નાણાંકીય અહેવાલોની વિશ્વસનિયતામાં વધારો કરવાના હેતુથી નવા નિયંત્રણો અને કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા.[3] કાયદાના એક ભાગ સાર્બેંન્સ-ઓકસલી એકટે સંઘીય તપાસ અથવા તો શેરધારકોને અંધારામાં રાખીને છેતરપિંડી કરવા માટે રેકોર્ડનો નાશ કરવા, તેમાં ફેરફાર કરવા તથા બનાવટી રેકોર્ડ તૈયાર કરવાના ગુના બદલ કરવામાં આવતી સજાને વધારે આકરી બનાવવામાં આવી.[4] આ કાયદાને કારણે તેમના ગ્રાહકો સાથે નિષ્પક્ષ અને સ્વતંત્ર રહેવા અંગેની ઓડિટિંગ કંપનીઓની જવાબદારીમાં વધારો થયો.[3]