એંગોલા
From Wikipedia, the free encyclopedia
એંગોલા સત્તાવાર નામે એંગોલા પ્રજાસત્તાક, મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે. તે આફ્રિકાનો સાતમો સૌથી મોટો દેશ છે, એંગોલાની દક્ષિણમાં નામિબીઆ, ઉત્તરમાં કોંગોનું ડેમોક્રેટિક રિપબ્લિક, પૂર્વમાં ઝામ્બિયા અને પશ્ચિમમાં એટલાન્ટિક સમુદ્ર છે. એંગોલાની રાજધાની અને સૌથી મોટું શહેર લૌન્ડા છે.
એંગોલા પ્રજાસત્તાક República de Angola | |
---|---|
સૂત્ર: "Virtus Unita Fortior" એકતાથી શક્તિ મજબુત | |
રાષ્ટ્રગીત: Angola Avante સૌથી આગળ એંગોલા | |
એંગોલા નું સ્થાન (ઘેરો ભુરો) in આફ્રિકી સંગઠન (આછો ભુરો) | |
રાજધાની | લૌન્ડા 8°50′S 13°20′E |
અધિકૃત ભાષાઓ | પોર્ટુગિઝ |
અન્ય ભાષાઓ |
|
વંશીય જૂથો (૨૦૦૦) | ૩૬% ઓવિમ્બુન્ડુ ૨૫% અમ્બુન્ડુ ૧૩% બકોંગો ૨૨% અન્ય આફ્રિકી ૨% મેસ્તિસો ૧% ચીની ૧% યુરોપિયન |
લોકોની ઓળખ | એંગોલન |
સરકાર | સંઘીય પક્ષીય રાષ્ટ્રપતિય ગણતંત્ર |
• રાષ્ટ્રપતિ | જોઆઓ લૌરેન્સો |
• ઉપરાષ્ટ્રપતિ | બોર્નિટો ડિ'સૌસા |
સંસદ | અંગોલા રાષ્ટ્રિય સંસદ |
સ્થાપના | |
• પોર્ટુગિઝ વસાહતીકરણ | ૧૫૭૫ |
• પોર્ટુગલ વિરુદ્ધ સ્વાતંત્ર્ય યુદ્ધ | ૧૧ નવેમ્બર ૧૯૭૫ |
• સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભ્યતા | ૨૨ નવેમ્બર ૧૯૭૬ |
• બંધારણનો અમલ | ૨૧ જાન્યુઆરી ૨૦૧૦ |
વિસ્તાર | |
• કુલ | 124,670 km2 (48,140 sq mi) (૨૨મો) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• ૨૦૧૪ વસ્તી ગણતરી | ૨૫,૭૮૯,૦૨૪[1] |
• ગીચતા | 20.69/km2 (53.6/sq mi) (૧૯૯મો) |
GDP (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૨૧૭.૯૭૪ અબજ[2] (૬૪મો) |
• Per capita | $૭,૯૪૩[2] (૧૦૭મો) |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૧૧૨,૫૩૩[2] (૬૧મો) |
• Per capita | $૪,૧૦૧[2] (૯૧મો) |
જીની (૨૦૦૯) | 42.7[3] medium |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮) | 0.581[4] medium · ૧૪૭મો |
ચલણ | ક્વાન્ઝા (AOA) |
સમય વિસ્તાર | UTC+૧ (પશ્ચિમ આફ્રિકી સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૨૪૪ |
એંગોલાના ભુ-પેટાળમાં વિશાળ ખનિજ ભંડાર અનામતો છે, એંગોલાનું અર્થતંત્ર એ વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર પૈકીનું છે, ખાસ કરીને ગૃહ યુદ્ધના અંતથી; જો કે, મોટાભાગની વસ્તીનું જીવનધોરણ ખુબ નીચું છે,[5] એંગોલાનો આર્થિક વિકાસ અત્યંત અસમાન છે, કારણ કે દેશની મોટા ભાગની સંપત્તિ વસ્તીના પ્રમાણમાં નાના ક્ષેત્રોમાં કેન્દ્રિત છે.[6]
એંગોલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, ઓપેક, આફ્રિકી સંગઠન, પોર્ટુગીઝ ભાષાના રાષ્ટ્ર સમુદાય અને દક્ષિણ આફ્રિકી વિકાસ સમુદાયનું સભ્ય રાજ્ય છે. એક બહુ જાતિય દેશ, એંગોલાના ૨૫.૮ મિલિયન લોકો આદિવાસી જૂથો, રિવાજો અને પરંપરાઓ ધરાવે છે. એંગોલાની સંસ્કૃતિ પર પોર્ટુગીઝ ભાષા અને કેથોલિક ચર્ચનું ખાસ પ્રભુત્વ છે.