ઋષિ એ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે. ઋષિઓ એ વેદ અને સ્મૃતિ (ઉપનિષદ, રામાયણ અને મહાભારતની ઋચાઓની) રચના કરી હતી. અનુવૈદિક હિન્દુ પરંપરાઓ કોઈ વ્યક્તિ કે જેણે સખ્ત તપ/ધ્યાન કર્યું છે અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણ વાળું જ્ઞાન છે તેના માટે ઋષિ શબ્દ વાપરે છે.[1]

Thumb
ઋષિ વિશ્વામિત્ર કે જેઓ પૌરાણિક ભારતના એક આદરણીય સંત છે. હિન્દુ ગ્રંથો પ્રમાણે, તેમણે દેવોને પડકારીને અલગ સ્વર્ગનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઇન્દ્રએ તેમની શક્તિઓ થી ગભરાઈને મેનકા ને ધરતી પર ધ્યાનભંગ કરવા મોકલી હતી.

વ્યૂત્તપત્તિ

સંસ્કૃત વ્યાકરણવિદો ના મત પ્રમાણે શબ્દ ઋષિ એ સંસ્કૃત ધાતુ 'રશ ' પરથી ઉતરી આવ્યો છે કે જેનો બીજો અર્થ: "ચાલવું, હલવું" એમ થાય છે.[2] વી એસ આપ્ટે અને મોનીએર વિલિયમન્સ બન્ને આ જ વ્યાખ્યા આપે છે.[3]

આ શબ્દનો અન્ય અર્થ "વહેવું" એમ પણ થાય છે. [4]

વેદ ના રચયિતા

વેદના રચયિતા તરીકે ઋષિઓ નો ઉલ્લેખ થાય છે. ખાસ કરીને, ઋગ્વેદ ના રચયિતા તરીકે ઋષિઓ વર્ણવાયા છે. સ્વામી વિવેકાનંદ ના મત પ્રમાણે ભારતમાં સૌથી પ્રથમ જ્ઞાન એ ઋષિઓ પાસે આવ્યું હતું.[5]

મહિલા ઋષિને ઋષિકાઓ કહેવાય છે. ઋગ્વેદ રોમાશા, લોપામુદ્રા, અપાલા, કદ્રુ, વિશ્વવારા, જુહુ, યામી, ઈન્દ્રાણી, દેવયાની, પૌલોમી અને સાવિત્રીનો ઉલ્લેખ કરે છે.

સપ્તર્ષિ એ સાત ઋષિઓનું એક વર્ગીકરણ છે. એક અન્ય વર્ગીકરણ મુજબ, ઋષિઓનું વર્ગીકરણ - રાજર્ષિ, મહર્ષિ અને બ્રહ્મર્ષિ માં થાય છે.

ઇન્ડોનેશિયા અને ખ્મેર ના મંદિરોમાં ઋષિ

જાવાના મોટા ભાગના મધ્યકાલીન મંદિરો માં, ઋષિ અગત્સ્યની પ્રતિમા શિવમંદિર ના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. ઋષિ અગત્સ્ય ને ઇન્ડોનેશિયામાં ફ્રા રેઉસી અક્ખોટ કહેવામાં આવે છે.[6]

કંબોડીયા, મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસમાં રૂંએસી

રૂંએસી એ ભારતના ઋષિને સમતુલ્ય છે.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.