ઈઝરાયેલ રાષ્ટ્રનો રાષ્ટ્રધ્વજ From Wikipedia, the free encyclopedia
ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ ઈઝરાયલ રાષ્ટ્રની સ્થાપનાના પાંચ મહિના બાદ ૨૮ ઓક્ટોબર ૧૯૪૮ના રોજ અપનાવાયો. તે સફેદ પશ્ચાદભૂમાં ભૂરો ષટકોણ ધરાવે છે અને તેની બંને તરફ બે ભૂરા આડા પટ્ટા છે.
ભૂરા રંગને ઘેરા આસમાની રંગ[1] તરીકે વર્ણવવામાં આવે છે અને તે દરેક ધ્વજ પ્રમાણે અલગ અલગ હોય છે. તેમાં આછી ઝાંયથી લઈ અને ભૂરા રંગ સુધીના ફેરફાર હોય છે. કેટલીક વખત નેવી ભૂરા જેટલો ઘેરો પણ વપરાય છે. ધ્વજને ૧૮૯૧માં યહુદી ચળવળ માટે આલેખાયો હતો. તેની મૂળ આકૃતિ અસ્કેનાઝી તલીત, એક યહુદી પ્રાર્થના કરવાની શાદડી પર આધારિત છે. જેમાં સફેદ અને કાળા અથવા ભૂરા પટ્ટા હોય છે. કેન્દ્રમાંનું ચિહ્ન ડેવિડનો સિતારો દર્શાવે છે. જે પ્રાગ શહેરના મધ્યકાલીન સમયનો યહુદી ચિહ્ન છે. તે પ્રથમ યહુદી સંમેલનએ ૧૮૯૭માં અપનાવ્યો હતો.
૨૦૦૭માં પ્રાચીન યહુદી મસાદાના કિલ્લા નજીક ૬૬૦ મિટર × ૧૦૦ મિટરનો ૫.૨ ટનનો ધ્વજ ફરકાવાયો હતો જે સૌથી વિશાળ રાષ્ટ્રધ્વજનો વિક્રમ છે.[2]
સફેદ રંગ પવિત્રતા સૂચવે છે અને ભૂરો રંગ ઈશ્વરની મહાનતા, તેમની નિર્મળતા અને તીવ્રતાનું પ્રતિક છે.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.