ઇન્દ્રાવતી નદી
ભારતની નદી From Wikipedia, the free encyclopedia
ઇન્દ્રાવતી નદી ભારત દેશમાં આવેલી નદીઓ પૈકીની એક મુખ્ય નદી છે, જે ઓરિસ્સા તથા છત્તીસગઢ રાજ્યમાંથી વહે છે. આ નદી ગોદાવરી નદીની ઉપનદી છે.
પ્રવાહ
ઇન્દ્રાવતી નદીનું ઉદગમ સ્થાન ઓરિસ્સા રાજ્યમાં આવેલા કાલાહાંડી જિલ્લામાં રામપુર નજીક આવેલું છે. [૧] આ નદીની કુલ લંબાઈ ૨૪૦ માઇલ જેટલી છે. [૨]. આ નદી મુખ્યત્વે છત્તીસગઢ રાજ્યના બસ્તર તેમ જ દંતેવાડા જિલ્લામાંથી પસાર થાય છે. દંતેવાડા જિલ્લામાં આવેલા ભદ્રકાલી નજીક ઇન્દ્રાવતી નદી અને ગોદાવરી નદીનો સંગમ થાય છે. આ નદીના પથરીલા તળના કારણે એમાં નૌકાયન કરવું સંભવ નથી.
પર્યાવરણ
ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન
ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ઇન્દ્રાવતી નદીના કિનારે વસેલું છે. આ ઉદ્યાનનું કુલ ક્ષેત્રફળ ૨૭૯૯ વર્ગ કિમી છે [૩].
ચિત્રકોટનો ધોધ
જગદલપુરની નજીકમાં ઇન્દ્રાવતી નદી પર એક વિશાળ જળ પ્રપાત (ધોધ) બનેલો છે. આ જળ પ્રપાત ચિત્રકોટ જલ પ્રપાતના નામથી ઓળખાય છે. આ ધોધના ઘોડાની નાળ સમાન મુખના કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગરા ધોધ પણ કહેવામાં આવે છે.

સંદર્ભો
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.