![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Alcohol.png/640px-Alcohol.png&w=640&q=50)
આલ્કોહોલ
From Wikipedia, the free encyclopedia
રસાયણ શાસ્ત્રમાં, આલ્કોહોલ એ હાઈડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ છે. આલ્કોહોલ સંયોજનોમાં ઑક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે એકાકી બંધથી જોડાયેલ હોય છે. આ ઑક્સિજન પરમાણુ તેની બીજી સંયોજકતા દ્વારા હાઈડ્રોજન સાથે જોડાઈને હાઈડ્રૉક્સિલ સમૂહ (-OH) બનાવે છે. આ હાઈડ્રૉક્સિલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે. આલ્કોહોલ કુદરતી રીતે છોડવાઓમાં મળી આવે છે તેમજ સંશ્લેષણ દ્વારા ઈથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી મેળવી શકાય છે.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Alcohol.png/640px-Alcohol.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d4/Alcohol_general.svg/180px-Alcohol_general.svg.png)