આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ
From Wikipedia, the free encyclopedia
ધ આઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ, ચેન્નાઇની એક વિશેષ વૈભવશાળી અને ફાઈવ સ્ટાર હોટલ છે. મુંબઈમાં આવેલી “હોટલ રીનેસંસ અને હોટલ ગ્રાંડ હયાત” પછીની આ ભારતની ત્રીજા ક્રમની વિશાળ હોટલ છે.[1] આ હોટલને “લક્ઝરી કલેક્શન” નું બિરુદ પ્રાપ્ત છે. જે ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ગ્રુપ સ્ટારવુડ હોટલ દ્વારા આપવામાં આવતું એક બિરુદ છે.[2] આ હોટલ ઉપરોક્ત ગ્રુપની નવમાં નંબરની “લક્ઝરી કલેક્શન” હોટલ છે.આ હોટલ સંપૂર્ણપણે ભારતની એકમાત્ર સૌથી વિશાળ હોટલ છે કારણ, આ હોટલ ૧૬,૦૦,૦૦૦ ચોરસ ફૂટપર બનેલી છે.[3] જેના નિર્માણ માટે ભારત પ્રમાણે ૧૨૦૦૦ મિલિયન રૂપિયાનો ખર્ચ થયો હતો.