અલકનંદા નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
અલકનંદા નદી ભારતીય ઉપખંડની સૌથી વધુ મહત્વની તેમ જ પવિત્ર એવી ગંગા નદીની ઉપનદી તેમજ ઉત્તર ભારતની મુખ્ય નદીઓમાંની એક છે.[1] અલકનંદા એ ગંગા નદીનાં ચાર નામો પૈકીનું એક નામ છે. ચાર ધામમાં ગંગા નદીનાં ઘણાં રુપ અને નામ જોવા મળે છે. ગંગોત્રી ખાતે ગંગા નદીને ભાગીરથીના નામથી ઓળખવામાં આવે છે. કેદારનાથ ખાતે મંદાકિની અને બદ્રીનાથ ખાતે અલકનંદા નામથી ઓળખવામાં આવે છે.
અલકનંદા | |
---|---|
દેવ પ્રયાગ ખાતે અલકનંદા નદી | |
ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં ગંગા નદીનો વિસ્તાર. દેવ પ્રયાગ ખાતે અલકનંદા ગંગા નદીની જમણેરી ઉપનદી છે. | |
સ્થાનિક નામ | अलकनंदा (હિંદી) |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
પ્રાંત | ગઢવાલ પ્રાંત |
જિલ્લાઓ | ચમોલી, રુદ્રપ્રયાગ, પૌડી ગઢવાલ |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | સતોપંથ હિમશિખર અને ભગીરથી ખરાક હિમશિખર |
⁃ ઊંચાઇ | ૩૮૮૦ મીટર |
૨જો સ્રોત | ભગીરથી નદી |
નદીનું મુખ | ગંગા |
• સ્થાન | દેવ પ્રયાગ, ઉત્તરાખંડ |
• ઊંચાઈ | ૪૭૫ મીટર |
લંબાઇ | ૧૯૦ કિમી |
વિસ્તાર | 10,882 km2 (4,202 sq mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 439.36 m3/s (15,516 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | સરસ્વતી, ધોળી ગંગા, નંદાકિની, પિંડાર |
• જમણે | મંદાકિની |
અલકનંદા નદી ઉત્તરાખંડ રાજ્યમાં શતપથ અને ભગીરથ ખડક નામક હિમનદીમાંથી નીકળે છે. આ સ્થાન ગંગોત્રી કહેવાય છે. અલકનંદા નદી પહાડોની ખીણમાં લગભગ ૨૨૯ કિલોમીટર જેટલું અંતર કાપે છે. દેવ પ્રયાગ અથવા વિષ્ણુ પ્રયાગ ખાતે અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ થાય છે અને ત્યારબાદ અલકનંદા નામ સમાપ્ત થઇ કેવળ ગંગા નામ વડે ઓળખાય છે.[2] અલકનંદા નદી ચમોલી, તેહરી અને પૌડી જિલ્લાઓમાંથી પસાર થઇને આગળ વહે છે.[3] ગંગા નદીમાં વહેતા પાણીમાં અલકનંદા નદીના પાણીનું યોગદાન ભાગીરથી નદી કરતાં વધારે પ્રમાણમાં છે. હિંદુઓના પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ અલકનંદા નદીના તટ પર જ વસેલું છે. રીવર રાફ્ટિંગ જેવી સાહસિક નૌકા રમત માટે આ નદી ખુબ જ લોકપ્રિય છે.[4] તિબેટની સીમા પાસે આવેલા કેશવપ્રયાગ નામના સ્થળ પર આ નદી આધુનિક સરસ્વતી નદી સાથે મળે છે. કેશવપ્રયાગ બદ્રીનાથ કરતાં અધિક ઊંચાઈ પર આવેલું છે.
અલકનંદા નદી ક્યાંક ખુબ જ ઊંડી, તો ક્યાંક છીછરી છે. આ નદીની સરેરાશ ઊંડાઈ ૫ ફૂટ (૧.૩ મીટર) જેટલી છે અને મહત્તમ ઊંડાઈ ૧૪ ફૂટ (૪.૪ મીટર) જેટલી છે.