અરુંધતિ રોય (જ. ૨૪ નવેમ્બર ૧૯૬૧)[1] ભારતીય લેખિકા છે. તેમની જાણીતી નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે મેન બુકર પ્રાઈઝ ફોર ફિક્શન (૧૯૯૭) એવોર્ડથી સન્માનિત અરુંધતી, માનવાધિકાર અને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય રાજનૈતિક કાર્યકર્તા પણ છે.[3]

Quick Facts અરુંધતિ રોય, જન્મ ...
અરુંધતિ રોય
Thumb
રોય (૨૦૧૩)
જન્મસુઝાન્ના અરુંધતિ રોય
(1961-11-24) 24 November 1961 (ઉંમર 62)[1]
શિલોંગ, અવિભાજીત આસામ (વર્તમાન મેઘાલય), ભારત
વ્યવસાયલેખક, નિબંધકાર, સામાજિક કાર્યકર
માતૃ શિક્ષણ સંસ્થાસ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કીટેક્ચર, નવી દિલ્હી
સમયગાળો૧૯૯૭ - વર્તમાન
નોંધપાત્ર સર્જનોધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ
નોંધપાત્ર પુરસ્કારો
  • મેન બુકર પ્રાઈઝ (૧૯૯૭)
  • સિડની પીસ પ્રાઈઝ (૨૦૦૪)
  • નોર્મન મેલર પુરસ્કાર (૨૦૧૧)
સહીThumb
બંધ કરો

પ્રારંભિક જીવન

અરુંધતિનો જન્મ મેઘાલય રાજ્યના શિલોંગ ખાતે થયો હતો.[4]તેમની માતા મેરી રોય મલયાલી સિરિયાઇ ઇસાઇ હતા જે માનવાધિકાર કાર્યકર્તા તરીકે સક્રિય હતા જ્યારે પિતા રજીબ રોય ચાના બગીચાઓના પ્રબંધક(કલકત્તા) બંગાળી હિંદુ હતા.[5] જ્યારે તેઓ ૨ (બે) વર્ષના હતા ત્યારે માતાપિતાના લગ્નવિચ્છેદને કારણે તેઓ માતા અને ભાઈ સાથે કેરળ પરત ફર્યા.[5] થોડોક સમય માટે તેમનો પરિવાર માતૃપક્ષના દાદાને ત્યાં ઊટી, તમિલનાડુ ખાતે રહ્યો. અરુંધતિ પાંચ વર્ષના થયા ત્યારે તેઓ કેરળ પરત ફર્યા જ્યાં તેમની માતાએ એક શાળા શરૂ કરી.[5]

અરુંધતિએ તેમનું પ્રારંભિક શિક્ષણ કોટ્ટાયમની કોર્પસ ક્રિસ્ટી સ્કૂલ તેમજ તમિલનાડુના નિલગીરીમાં લોરેન્સ સ્કૂલ ખાતેથી મેળવ્યું. ત્યારબાદ તેમણે સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો. અહીં તેમની મુલાકાત વાસ્તુકાર જેરાર્ડ દા કુન્હા સાથે થઈ. બન્ને અલગ થયા તે પહેલાં દિલ્હી અને ગોવા ખાતે સાથે રહેતાં હતા.[5]

અંગત જીવન

અરુંધતિ દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અર્બન અફેર્સ સાથે જોડાયા.[5] ૧૯૮૪માં તેમની મુલાકાત સ્વતંત્ર ફિલ્મકાર પ્રદીપ કૃષ્ણન સાથે થઈ જેમણે તેમની પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મ મેસી સાહબમાં રોયને આદિવાસી કન્યાની ભૂમિકા આપી હતી.[6] બાદમાં બન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલન પર આધારિત ટેલિવિઝન શૃંખલા તેમજ એની અને ઇલેક્ટ્રીક મૂન નામની બે ફિલ્મો માટે યોગદાન આપ્યું હતું.[5] ફિલ્મી દુનિયાથી મોહભંગ થતાં અરુંધતિએ એરોબિક્સ વર્ગ ચલાવવા સહિત વિભિન્ન કાર્યો કર્યા અને છેવટે તેઓ કૃષ્ણનથી અલગ થઈ ગયા.[5] ૧૯૯૭માં પ્રકાશિત તેમની નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સની સફળતાથી તેમને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ.

પુરસ્કાર

રોયને ૧૯૮૯માં ઈન વીચ એની ગિવ્ઝ ઇટ ધોસ વન્સ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ પટકથાનો ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ફિલ્મ દ્વારા તેમણે વ્યાવસાયિક શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં વ્યાપ્ત રોષ રજુ કર્યો હતો..[7] ૨૦૧૫માં તેમણે ધાર્મિક અસહિષ્ણુતા અને દેશમાં જમણેરી સંગઠનો દ્વારા વધતી હિંસાના વિરોધમાં આ પુરસ્કાર પરત કર્યો હતો.[8]

અરુંધતિને તેમની નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે ૧૯૯૭ના મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કારરૂપે તેમને US$30,000 પ્રાપ્ત થયા હતા.[9]

૨૦૦૨માં તેમને સ્વતંત્રતા, ન્યાય અને સાંસ્કૃતિક વિવિધતા માટે સંઘર્ષ બદલ લેનન ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક સ્વતંત્રતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[10]

૨૦૦૩માં સાનફ્રાન્સિસ્કો ખાતે અરુંધતિ, બિઆન્કા જૈગર, બાર્બરા લી અને કેથી કેલીને ગ્લોબલ એક્ષ્ચેન્જ હ્યુમન રાઇટ્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

રોયને સામાજિક કાર્યોમાં તેમના યોગદાન બદલ તેમજ અહિંસાની હિમાયત કરવા બદલ ૨૦૦૪માં સિડની શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[11][12]

જાન્યુઆરી ૨૦૦૬માં તેમના સમકાલીન મુદ્દાઓ પરના નિબંધ સંગ્રહ ધ એલ્જીબ્રા ઓફ ઇન્ફિનીટ અનજસ્ટીસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક કામદારો પ્રત્યેની દુર્લક્ષતા, સૈન્યકરણ અને આર્થિક નવ-ઉદારીકરણમાં વૃદ્ધિની નીતિઓના વિરોધમાં પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.[13][14]

નવેમ્બર ૨૦૧૧માં તેમના વિશિષ્ટ લેખન બદલ નોર્મન મેલર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[15]

રોયને ટાઈમ મેગેઝિન દ્વારા ૨૦૧૪માં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની સૂચિ ટાઈમ ૧૦૦માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.[16]

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.