ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે From Wikipedia, the free encyclopedia
અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. અમદાવાદ આ તાલુકાનું મુખ્ય મથક છે.
૧૯-૨૦ માર્ચ ૨૦૧૨ની આસપાસ થયેલા વિભાજનમાં અમદાવાદ સીટી તાલુકો અમદાવાદ સીટી (પૂર્વ) અને અમદાવાદ સીટી (પશ્ચિમ) એમ બે ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો હતો.[1][2] તાલુકાના ઘણા ગામોનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ થઈ ગયો હતો. નવા બનેલા બંને તાલુકાઓનું વડુંમથક અમદાવાદ છે. તાલુકાનું વિભાજન કરતી વેળા સાબરમતી નદીને ભેદરેખા તરીકે લેવામાં આવી છે. એટલે કે, સાબરમતીને આ બંને તાલુકાઓ વચ્ચેની સીમા ગણીને તેની પૂર્વના વિસ્તારોનો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકામાં અને નદીની પશ્ચિમે આવેલા ભાગને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[1]
અમદાવાદ સીટી તાલુકો મહદંશે અમદાવાદ શહેરની રાંગના વિસ્તારોનો બનેલો છે, એટલે આ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા ભાગના ગામો અમદાવાદના વિસ્તાર તરીકે જાણીતા છે.[1]
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.