અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર
From Wikipedia, the free encyclopedia
અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો[1] તેમાં ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હરિન પાઠક હતા. ૨૦૧૪માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા.[2]