![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Amdavad_ni_gufa.jpg/640px-Amdavad_ni_gufa.jpg&w=640&q=50)
અમદાવાદની ગુફા
અમદાવાદમાં આવેલું ભૂગર્ભ કળા ભવન / From Wikipedia, the free encyclopedia
અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે.[1] તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.[2]
Quick Facts અમદાવાદની ગુફા, ભૂતપૂર્વ નામ ...
અમદાવાદની ગુફા | |
---|---|
![]() અમદાવાદની ગુફા | |
![]() | |
ભૂતપૂર્વ નામ | હુસૈન-દોશીની ગુફા |
સામાન્ય માહિતી | |
સ્થિતિ | પૂર્ણ |
સ્થાપત્ય શૈલી | આધુનિક સ્થાપત્યકલા, નવીન સ્થાપત્યકલા |
સ્થાન | અમદાવાદ |
સરનામું | લાલભાઈ દલપતભાઈ કેમ્પસ, સેપ્ટ યુનિવર્સિટીની નજીક, ગુજરાત યુનિવર્સિટીની સામે, યુનિવર્સિટી રોડ |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
બાંધકામની શરૂઆત | ૧૯૯૨ |
પૂર્ણ | ૧૯૯૫ |
અસીલ | એમ. એફ. હુસૈન |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | બી. વી. દોશી |
સ્થપતિ કાર્યાલય | વાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ |
અન્ય રચનાકારો | એમ. એફ. હુસૈન |
બંધ કરો
અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.[2]