રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮
From Wikipedia, the free encyclopedia
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ભારત દેશનો મહત્વનો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે. ૨૮૦૭ કિલોમીટર લંબાઇ ધરાવતો આ ધોરી માર્ગ દેશના વહીવટી વડા મથક દિલ્હી તેમ જ દેશની આર્થિક રાજધાની એવા મુંબઇ શહેર તેમજ બેંગલોર અને ચેન્નઈ જેવા મોટા શહેરો ને પણ એકબીજા સાથે જોડે છે. નવા નામકરણ મુજબ હવે મુંબઈ-ચેન્નઈ વચ્ચેનો ધોરીમાર્ગ પણ હવે રા.ધો. માર્ગ ૪૮ તરીકે ઓળખાય છે. આ રાષ્ટ્રીય ધોરી માર્ગ દિલ્હી , હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડું રાજ્યોમાંથી પસાર થાય છે. આ ધોરી માર્ગ ભારત દેશના સુવર્ણ ચતુર્ભુજ યોજના, કે જે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખમાં વિકસિત થઇ રહ્યો છે.