ફ્રાન્ઝ કાફકા
લેખક / From Wikipedia, the free encyclopedia
ફ્રાન્ઝ કાફકા (જ. ૩ જુલાઈ ૧૮૮૩, પ્રાગ; અ. ૩ જૂન ૧૯૨૪) આધુનિક યુરોપીય કથાસાહિત્યના અગ્રણી પ્રયોગશીલ સર્જક હતા. એમનાં લખાણો ભયાવહ અને દુઃસ્વપ્નભરી પરિસ્થિતિનું આલેખન કરે છે. યુગવૈફલ્ય અને સાર્વત્રિક ભયાવહતાનો નિર્દેશ તેમનાં લખાણોમાં ભારોભાર છે. યુદ્ધકાલીન યુરોપનો - ખાસ કરીને છિન્નભિન્ન માનવસમાજનો ચિતાર તેમનાં સાહિત્યમાં પ્રતિકાત્મક રીતે વ્યક્ત થયો છે. જેમ કે તેમની નવલકથા મેટામૉરફોસિસનો નાયક મનુષ્યમાંથી જંતુમાં રૂપાંતર પામે છે.[1]
Quick Facts ફ્રાન્ઝ કાફકા, જન્મની વિગત ...
બંધ કરો