પંજાબ
પાકિસ્તાનનું એક રાજ્ય / From Wikipedia, the free encyclopedia
પંજાબ (Punjabi: ਪੰਜਾਬ, શાહમુખી લિપિ: پنجاب) દક્ષિણ એશિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું એક ભૂગોલિક ક્ષેત્ર છે. શબ્દ "પંજાબ" ફારસી ભાષાના બે શબ્દો "પંજ" અને "આબ" પરથી આવ્યો છે, જેનો મતલબ "પાંચ" અને "પાણી" છે અથવા "પાંંચ નદીઓની જમીન"; આ પાંંચ નદીઓમાં જહેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, વ્યાસ નદી અને સતલુજ નદી છે.[1]
આ ક્ષેત્ર પર શકો, હૂણો, પઠાણો અને મુઘલોનું શાસન રહ્યું હતું.[2] ભારતના ભાગલા સમયે બ્રિટિશ અધિકૃત પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલો પંજાબ પ્રાંત અને ભારતના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં વહેંચવામાં આવ્યા.