ક્વિબેક
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:Infobox Province or territory of Canada
ક્વિબેક /kəˈbɛk/અથવા/kw[invalid input: 'ɨ']ˈbɛk/ (French: Québec [kebɛk] (listen))[1] પૂર્વ-મધ્ય કેનેડાનો પ્રાંત છે.[2][3] તે કેનેડાનો એક માત્ર પ્રાંત છે, ફ્રેંચ બોલી તેની મુખ્ય ઓળખ છે અને તેની પ્રાંતીય કક્ષાએ એક માત્ર સત્તાવાર ભાષા ફ્રેંચ છે.
ક્વિબેક વિસ્તારની દ્રષ્ટિએ કેનેડાનો સૌથી મોટો પ્રાંત છે અને બીજા નંબરનો સૌથી મોટો વહીવટી વિભાગ છે; નૂનાવતનો જ વિસ્તાર તેનાથી મોટો છે. તેની પશ્ચિમે ઓન્ટારીયો, જેમ્સની ખાડી અને હડસનની ખાડીછે, ઉત્તરે હડસનની સામુદ્રધુની અને ઉંગાવાની ખાડી,પૂર્વેસેંટ લોરન્સનો અખાત અને ન્યૂફાઉન્ડલેન્ડ, લેબ્રાડોર અને ન્યૂ બ્રુંસવિકના પ્રાંતો છે. તેના દક્ષિણે યુનાઇટેડ સ્ટેટ્સના રાજ્યો મેઇન, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ અને ન્યૂ યોર્ક આવેલા છે. આ ઉપરાંત નુનાવુત, પ્રિન્સ એડવર્ડ ટાપુ અને નોવા સ્કોશીયા સાથે તેની દરિયાઇ સરહદો જોડાયેલી છે.
ક્વિબેક ઓન્ટારીયો પછીનો સૌથી વધુ વસતી ધરાવતો પ્રાંત છે. મોટા ભાગના રહીશો મોન્ટ્રીયલ અને ક્વિબેક શહેરની વચ્ચે,સેન્ટ લોરેન્સ નદી નજીકના શહેરી વિસ્તારોમાં વસે છે. અંગ્રેજી બોલતા સમુદાયો અને અંગ્રેજી ભાષી સંસ્થાઓઓ મોન્ટ્રીયલ ટાપુની પશ્ચિમે કેન્દ્રિત થયેલા છે, પરંતુ તેઓ આઉટોઇસ, પૂર્વીય ટાઉનશિપ્સ અને ગેસ્પે પ્રાંતોમાં પણ નોંધપાત્ર રીતે જોવા મળે છે. પ્રાંતના ઉત્તરીય ભાગમાં આવેલો નોર્ડ-ડુ-ક્વેબેક વિસ્તાર ઓછી વસતી ધરાવે છે અને પ્રાથમિકપણે મૂળનિવાસી લોકો વસે છે.[4]
ક્વિબેકની રાજનીતિમાં સાર્વભૌમત્વ મોટી ભૂમિકા ભજવે છે અને સત્તાવાર વિપક્ષ સામાજિક જનતાંત્રિક પાર્તી ક્વેબેકોઇસ પ્રાંત માટે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ તેમજ કેનેડાથી અલગ પડવાની હિમાયત કરે છે. સાર્વભૌમત્વવાદી સરકારોએ 1980 અને 1995 માં સ્વાયત્તતા પર લોકમતો લીધાં હતાં, પરંતુ બંનેને મતદારોએ નકારી કાઢ્યા હતાં. બીજું મતદાન પણ અત્યંત સાંકડી બહુમતિથી ઉડી ગયું હતું. 2006માં, કેનેડાની આમસભાએ "ક્વેબેકોઇસને યુનાઇટેડ કેનેડાની અંદર એક રાષ્ટ્ર"[5] તરીકે સ્વીકારતો પ્રતિકાત્મક ઠરાવ પસાર કર્યો હતો.[6]
પ્રાંતના ગણનાપાત્ર કુદરતી સંસાધનો લાંબા સમયથી તેના અર્થતંત્રનો આધાર રહ્યા છે, ત્યારે એરોસ્પેસ, માહિતી અને સંદેશાવ્યવ્હાર ટેકનોલોજીઝ, બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જેવા જ્ઞાન અર્થતંત્રના ક્ષેત્રો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બધા ઉદ્યોગોએ ઓન્ટારીયો પછી બીજા ક્રમના આર્થિક રીતે સૌથી વગદાર પ્રાંત બનવામાં ક્વિબેકને મદદ કરી છે.[7]