ઇન્ડિયાના
From Wikipedia, the free encyclopedia
ઢાંચો:US state |-
|
Indiana state symbols | |
---|---|
Flag of Indiana | |
Living insignia | |
Bird | Cardinal |
Flower | Peony |
Tree | Tulip tree |
Inanimate insignia | |
Beverage | Water |
Motto | The Crossroads of America[1] |
Nickname | The Hoosier State |
Poem | "Indiana" |
Slogan | Restart your Engines |
Soil | Miami |
Song | "On the Banks of the Wabash, Far Away" |
State route marker | |
State quarter | |
Released in 2002 | |
Lists of United States state symbols |
|} ઇન્ડિયાના (/[invalid input: 'en-us-Indiana.ogg']ɪndiˈænə/) એ યુએસનું રાજ્ય છે. યુએસ ગણરાજ્યોમાં ઉમેરવામાં આવેલું આ 19મું ક્રમનું રાજ્ય છે. તે ગ્રેટ લેક્સ રિજનમાં આવેલું છે. અને તેની વસતી અંદાજે 63 લાખની છે. વસતીની દૃષ્ટિએ તેનો 16મો ક્રમ અને વસતીની ગીચતાની દૃષ્ટિએ તેનો 17મો ક્રમ આવે છે.[2] ભૂમિગત વિસ્તારની દૃષ્ટિએ ઇન્ડિયાનાનો 38મો ક્રમ આવે છે અને તે યુએસ ખંડનું નાનામાં નાનું રાજ્ય છે. તે એપાલાશિયન ગીરિમાળાની પશ્ચિમે આવેલું છે. તેનું પાટનગર અને મોટામાં મોટું શહેર ઇન્ડિયાનાપોલિસ છે. મિસિસિપી નદીની પૂર્વમાં આવેલાં કોઈ પણ રાજ્યોનાં પાટનગર કરતાં તે સૌથી વિશાળ છે.
ઇન્ડિયાનામાં કેટલાક મહાનગરીય વિસ્તારો આવેલા છે કે જેમની વસતી 1,00,000 કરતાં વધારે હોય આ ઉપરાંત તેમાં ઘણાં બધાં ઔદ્યોગિક શહેરો અને નાનાં શહેરો પણ આવેલાં છે. કેટલીક રમતગમતો માટે તે ઘર સમાન છે અને એથ્લેટિક્સ પ્રકારની રમતો જેવી કે એનએફએલની ઇન્ડિયાનાપોલિસ કોલ્ટ્સ, એનબીએની ઇન્ડિયાના પેસર્સ, ઇન્ડિયાનાપોલિસ 500 મોટર સ્પોર્ટ્સ રેસ (કે જેને વિશ્વની સૌથી વિશાળ એક દિવસીય રમત ગણવામાં આવે છે.) વગેરેનો તેમાં સમાવેશ થાય છે. ઇન્ડિયાનાના રહેવાસીઓને હૂસિયર્સ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ શબ્દનું મૂળ શું છે તે જાણી શકાયું નથી. આ અંગે અનેક પ્રકારનાં કારણો આપવામાં આવ્યા છે. જેમાં જેમ્સ વ્હાઇટકોમ્બ રિલેએ રમૂજી કારણ આપ્યું હતું તેનો પણ સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયાનાનો પાયો નાખનારાઓએ જોરથી બૂમ પાડી હતી "હુ ઇઝ ધેર?" આ બૂમ જંગલીની જેમ પાડવામાં આવી હતી અથવા તો પછી "હુઝ ઇયર?" તેવું ઉચ્ચારણ થયું હશે. જબરદસ્ત ઝઘડા પછી. રાજ્યના નામનો મતલબ ઇન્ડિયન (અમેરિકાના વેસ્ટ ઇન્ડિઝ મૂળનાં વતનીઓ) લોકોની ભૂમિ અથવા તો સરળ ભાષામાં "ઇન્ડિયન ભૂમિ" આ નામ વર્ષ 1768ની સાલમાં આપવામાં આવ્યું હતું અને તેનો સૌપ્રથમ ઉપયોગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો કે જ્યારે ઇન્ડિયાના કાર્યક્ષેત્રનો સમાવેશ 1800ની સાલમાં કરવામાં આવ્યો હતો તે અગાઉ તે ઉત્તરપશ્ચિમી કાર્યક્ષેત્રનો ભાગ હતું.[3][4]
તે અગાઉ ઇન્ડિયાનામાં તળપદી લોકોના સમુદાયની અનેક સંસ્કૃતિઓ અને ઐતિહાસિક અમેરિકન ઇન્ડિયન્સની સંસ્કૃતિ હજારો વર્ષ સુધી વસવાટ કરતી હતી. એન્જેલ માઉન્ડ્ઝ સ્ટેટ હિસ્ટોરિક સાઇટ જમીન નીચેથી દબાયેલું નગર મળી આવ્યું હોય તે પ્રકારની યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ સચવાયેલું ઐતિહાસિક માટીકામનું સ્થળ છે. કે જે ઇન્ડિયાનાની દક્ષિણપશ્ચિમે આવેલા ઇવાન્સવિલેમાંથી મળી આવ્યું હતું.[5]