અતાકામા રણ
દક્ષિણ અમેરિકામાં આવેલું રણ / From Wikipedia, the free encyclopedia
અતાકામા રણ (અંગ્રેજી: Atacama Desert), દક્ષિણ અમેરિકા સ્થિત લગભગ શુષ્ક ઉચ્ચપ્રદેશ છે અને તેનો વિસ્તાર એન્ડીઝ પર્વતમાળાની પશ્ચિમ દિશામાં ઉપખંડના પેસિફિક સમુદ્રતટ પર લગભગ ૧૦૦૦ કિમી (૬૦૦ માઈલ) જેટલા અંતરે છે. નાસાના નેશનલ જ્યોગ્રાફિક અને અન્ય ઘણા પ્રકાશનો અનુસાર તે વિશ્વનું સૌથી શુષ્ક રણ છે.[2][3][4] ચીલી દેશની સમુદ્રતટ શ્રેણી અને એન્ડીઝના અનુવાત તરફના વરસાદી પ્રદેશ અને શીતળ અપતટીય પ્રવાહ દ્વારા નિર્મિત તટીય પ્રતિલોમ સ્તર, આ ૨૦ કરોડ વર્ષ જૂના રણ[5]ને કેલિફોર્નિયાની મૃત વેલી કરતાં ૫૦ ગણી વધુ શુષ્ક બનાવે છે. ઉત્તર ચીલીમાં સ્થિત થયેલ અતાકામા રણનું કુલ ક્ષેત્રફળ 40,600 square miles (105,000 km2)[6] અને તેનો અધિકાંશ ખારા તળાવો (salares), રેતી અને વહેતા લાવા થી બનેલ છે.
Quick Facts અતાકામા રણ, Ecology ...
અતાકામા રણ | |
---|---|
નાસા વર્લ્ડ વિન્ડ દ્વારા અતાકામાની છબી | |
અતાકામા રણનો નકશો: પીળો રંગ અતાકામા રણ દર્શાવે છે. કેસરી રંગ દક્ષિણ ચાલા, અલ્તિપ્લાનો, પુના ડી એટોકામા અને નોર્ટે ચિકો વિસ્તારો છે. | |
Ecology | |
Realm | નિઓટ્રોપીકલ |
Biome | રણ |
Geography | |
Area | 104,741 km2 (40,441 sq mi) |
Country | ચીલી, પેરુ |
Coordinates | |
Conservation | |
Protected | 3,385 km² (3%)[1] |
બંધ કરો