અક્ષય કુમાર
ભારતીય અભિનેતા અને નિર્માતા / From Wikipedia, the free encyclopedia
રાજીવ હરીઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. તેમણે ૧૨૦થી વધારે હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અક્ષય કુમાર | |
---|---|
Akshay Kumar at press conference of Once Upon A Time In Mumbai Dobaara | |
જન્મ | ૯ સપ્ટેમ્બર ૧૯૬૭ |
અભ્યાસ સંસ્થા | |
જીવન સાથી | Twinkle Khanna |
સહી | |
૧૯૯૦ના દાયકા દરમિયાન અક્ષય કુમારને બોલિવુડના એક્શન હિરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા,[1] જેમણે ખિલાડી (૧૯૯૨), મોહરા (૧૯૯૪) અને સબસે બડા ખિલાડી (૧૯૯૫) જેવી સફળ એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની "ખિલાડી શ્રેણી" થી તેઓ જાણીતા હતા. જોકે યે દિલ્લગી (૧૯૯૪) અને ધડકન (૨૦૦૦) જેવી રોમેન્ટિક અને એક રિશ્તા (૨૦૦૧) જેવી નાટકીય ફિલ્મોમાં કરેલા અભિનય માટે પણ તેઓ જાણીતા બન્યા હતા.
૨૦૦૧ની અજનબી ફિલ્મમાં "શ્રેષ્ઠ ખલનાયક"ના અભિનય બદલ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. પોતાની હઠીલી છાપમાં ફેરફાર કરવા મથતા કુમારે પાછળથી મોટે ભાગે હાસ્યપ્રધાન ફિલ્મોમાં જ પોતાનું નસીબ અજમાવ્યું હતું.[1] હેરા ફેરી (૨૦૦૦), મુઝસે શાદી કરોગી (૨૦૦૪), ગરમ મસાલા (૨૦૦૫) અને જાનેમન (૨૦૦૬) જેવી ફિલ્મોમાં તેમણે ભજવેલી હાસ્યપ્રધાન ભૂમિકાથી વિવેચકોમાં પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ૨૦૦૭માં તેમની સફળતામાં વધારો થયો હતો, જ્યારે તેમણે સતત ચાર વ્યાપારી રીતે સફળ થયેલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આમ થવાથી, તેમણે પોતાની જાતને હિંદી ફિલ્મ ઉદ્યોગના આગળ પડતા અભિનેતા તરીકે પ્રસ્થાપિત કરી હતી.[2][3] 2008માં, કેનેડાના ઓન્ટારિયા ખાતેની યુનિવર્સિટી ઓફ વિન્ડસરે ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ઓનરરી ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી. 2009માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[4]